Hanuman Chalisa

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોગ તથા મોક્ષ ઈચ્‍છનારાઓએ શિવરાત્રીનું વ્રત અવશ્‍ય કરવા જેવું

Advertiesment
हमें फॉलो करें shiv
શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્‍છનારાઓએ આ વ્રત અવશ્‍ય કરવા જેવું છે.

નિષ્‍કામ - સકામ, સર્વ વર્ણના તથા સર્વ આશ્રમનાં લોકો,સ્ત્રીઓ, બાળકો, દેવો વગેરે હરકોઈ દેહધારીઓને આ વ્રત ઉત્તમ છે. શિવરાત્રી મધ્‍યરાત્રીમાં વ્‍યાપેલી ગ્રહણ કરવી, તે પાપનાશક થાય છે.


આ શ્રેષ્‍ઠ મહાશિવરાત્રી સાવિત્રી, શ્રીદેવી, સીતા, સરસ્‍વતી, સ્‍વાહા, સ્‍વધા, મેના રંભા, ઈન્‍દ્રાણી તથા રાજાઓમાં દિલીપ, નલ, નહુષ વગેરેએ કરી હતી.

શિવરાત્રીનો વ્રત - વિધિ

શ્રી ભગવાન શંકર બોલ્‍યાં કે, ‘‘હે કેશવ ! તે (શિવરાત્રીના) દિવસે સવારથી માંડી જે ખાસ કરવું જોઈએ તે હું તમને કહું છું, તેને મન લગાડીને ખૂબ પ્રેમથી તમે સાંભળો. બુદ્ધિમાન મનુષ્‍યે સવારમાં ઉઠીને પરમ આનંદયુકત અને આળસરહિત થઈ સ્‍નાનાદિ નિત્‍ય કર્મો કરવા.

પછી શિવાલયમાં જઈ વિધિપૂર્વક શિવ - પૂજન અને શ્રી ભગવાનને નમસ્‍કાર કરવા. તે વખતે શ્રી ભગવાન શંકર સમક્ષ આવો સંકલ્‍પ કરવો.

સંકલ્‍પ :- હે દેવોના દેવ મહાદેવ ! હે નીલકંઠ ! આપને નમસ્‍કાર હો. હે દેવ ! હું આપનું શિવરાત્રી વ્રત કરવા ઈચ્‍છું છું. હે દેવેશ્વર ! આપના પ્રભાવથી આ વ્રત નિર્વિઘ્‍ન થાઓ અને કામ (ક્રોધ, લોભ વગેરે) શત્રુઓ અને પીડા ન જ કરો.'' ૅપછી પૂજાના દ્રવ્‍યો લેવા જવા. વ્રત કરનારે શાષાની આજ્ઞા મુજબ ઉપવાસ કરવો.

રાત્રીએ જાગરણ કરવું. શાષાની આજ્ઞા મુજબ રાત્રીના ચારેય પ્રહરોમાં શિવની વિશેષ કરીને પૂજા કરવી. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બિલીપત્રથી શિવનું પૂજન કરવું. શકિત પ્રમાણે બ્રહ્મભોજન વગેરેનો સંકલ્‍પ કરવો. ભકિતભાવથી શિવના ગીતો, સંગીત, તાંડવ નૃત્‍ય વગેરે કરવાં.

શિવરાત્રીનો આ મહોત્‍સવ, સૂર્યોદય થાય ત્‍યાં સુધીનો તે કાળ ભકત લોકો સાથે પસાર કરવો.

સૂર્યોદય પછી શાષાની આજ્ઞા મુજબ સ્‍નાન, શિવ - પૂજન, બ્રાહ્મણો - સાધુ - તપસ્‍વીઓને અન્‍નદાન - દક્ષિણા વગેરે ધર્મકાર્ય કરવા.

શ્રી ભગવાન શંકરને પ્રાર્થના કરવી.. ‘‘........ હૈ ભૂતપતિ ! મેં અજ્ઞાનથી કે જ્ઞાનથી જપ તથા પૂજા આદિ જે કર્યુ હોય તેને આપે જાણ્‍યું જ છે. તો આપ કૃપાના ભંડાર હોવાથી મારા પર પ્રસન્‍ન થાઓ. આ ઉપવાસથી જે ફળ થયું હોય તેથી શિવ સુખદાયક જ થઈ મારા પર પ્રસન્‍ન થાઓ.......''

એ રીતે જેણે વ્રત કર્યુ હોય તેનાથી શ્રી ભગવાન શંકર કહે છે હું દૂર જ નથી. તેનું ફળ કહી શકાતું નથી.... આ ઉપરાંત ઉત્તમ વ્રત જો અનાયાસે કર્યુ હોય તો તેનું મુકિત બીજ પ્રકટ થઈ જ ચૂકયું છે. એમાં કોઈ વિચારવા જેવું નથી....''

શિવરાત્રીનાં વ્રતનું ફળ

આ ભરતખંડમાં જ જે મનુષ્‍ય શિવરાત્રીનું વ્રત કરે છે, તે સાત મન્‍વંતરો સુધી શિવલોકમાં આનંદ કરે છે.

બિલીપત્રનું ફળ

જે મનુષ્‍ય શિવરાત્રીના દિવસે જેટલા બીલીપત્રો શિવને ચડાવે છે તેટલા યુગો સુધી શિવલોકમાં આનંદ કરે છે.

શિવરાત્રીના જાગરણનું ફળ

શ્રી ભગવાન શંકર આગળ શિવરાત્રીના વ્રતમાં જાગરણ કરતાં મનુષ્‍ય આંખના જેટલા પલકારા કરે છે તેટલા અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ તે ચોક્કસ મેળવે છે. શિવરાત્રીના વ્રતમાં શ્રી ભગવાન શંકર સમક્ષ જાગરણ કરીને સવારે સ્‍નાન કરનાર મનુષ્‍યના કરોડો જન્‍મોના પાપ નાશ પામે છે.

(નોંધ :- આ લેખમાં આપેલી માહિતી, શ્રી શિવ મહાપુરાણ, સ્‍કંદ મહાપુરાણ, શ્રીમદ્દ ભગવતી ભાગવત વગેરે પુરાણોમાંથી અતિ સંક્ષેપમાં, સાર રૂપે લીધેલી છે. ભગવદ્દ ભકો તેમજ શ્રદ્ધાળુઓને ઉપયોગી થાય તે જ આ સંકલનનો, લેખનો હેતુ છે.)

Share this Story:

Follow Webdunia Hindi