Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Ringworm(દાદર). : વરસાદમાં સર્જાનારી સમસ્યા અને તેના ઘરેલુ ઉપચાર

हमें फॉलो करें ringwarm
દાદર અર્થાત્ દાદ(જેને અંગ્રેજીમાં રિંગવોર્મ કહે છે) તે એક ચામડીનો રોગ છે. ફંગલ ઇન્ફેક્શનને કારણે આ રોગ થાય છે. દાદર વ્યક્તિની હથેળીઓ, એડીઓ, ખોપડી, દાઢી તથા શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. દાદર શરીરના જે ભાગ પર થાય છે તે ભાગ પર ખંજવાળ આવ્યા કરે છે અને જ્યારે વ્યક્તિ તે ભાગને ખંજવાળવા લાગે છે ત્યારે તે શરીરની ચામડીમાં વધુ ફેલાય છે. ભીનાશ, નમી અને ભીડ-ભાડવાળી જગ્યાઓએ રહેવાથી આ વધુ ફેલાય છે. તેમજ દાદરથી પીડાતી કોઇ વ્યક્તિનો સામાન વાપરવાથી પણ આ રોગ થઇ શકે છે. જો તમે તેનો કાંસકો, ટુવાલ કે પથારીનો પ્રયોગ કરી દીધો તો દાદર તમારા સુધી સરળતાથી પહોંચી જશે.

આ સમસ્યામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં અનેક અઠવાડિયા લાગી જાય છે. ચાલો જાણીએ દાદરના લક્ષણો શું હોય છે? -

દાદરના લક્ષણો -

- જ્યારે શરીર પર લાલ રંગના ધબ્બા, ખંજવાળ કે સોજો દેખાવા લાગે તો ઝડપથી ડૉક્ટરને બદતાવા પહોંચી જજો કારણ કે આ દાદરના લક્ષણો હોઇ શકે છે. ઘણીવાર આના ડાઘા ગોળ આકારના હોય છે જેને સરળતાથી ઓળખી શકાય છે.

- હંમેશા દાદર નાના બાળકોને વધુ થાય છે માટે જો તેમના શરીર પર કોઇ લાલ રંગનો ધબ્બો કે ડાઘો જુઓ તો તુરંત તેને ડૉક્ટર પાસે લઇ જજો.

- જો આ રોગ હાથ પર થાય તો હાથ ફૂલી જાય છે ત્વચા પર બહુ ખંજવાળ આવે છે અને તેના પર પરત બની જાય છે.

ઉપચાર -

- ટેલિવિઝન પર દાદરને લઇને અનેક પ્રચારો કરવામાં આવે છે, પણ ક્યારેય જાતે જ આવી કોઇ ક્રીમ કે દવા ન ખરીદવી. હંમેશા ડૉક્ટર કે કેમિસ્ટની સલાહ લેવી જોઇએ.

- દાદરથી પીડિત રોગીનો ઇલાજ કરવા માટે સૌથી પહેલા દાદર વાળા ભાગ પર થોડીવાર સુધી ગરમ તથા થોડીવાર સુધી ઠંડો શેક કરી તેના પર ભીની માટીનો લેપ કરવો જોઇએ. આનાથી દાદરમાં ઝડપથી રાહત મળશે.

- રોગી વ્યક્તિને પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દરરોજ ઓછામાં ઓછી 5 વખત આપવો અને સાદું ભોજન કરાવવું જોઇએ.

- ચેપ લાગેલી ત્વચાને હંમેશા સાફ રાખો અને એવી કોઇ વસ્તુ ન પહેરો જેનાથી આ ત્વચાને પરેશાની થાય.

- તમારી બેડ શીટ, કપડાં તથા રોજ પ્રયોગમાં લેવાતા સામાનોને સાફ રાખો.

- ઘરમાં જો પાલતુ જાનવર છે તો તેનાથી દૂર રહો. કારણ કે તે પોતાના શરીર પર ફંગસ લઇને ફરતા હોય છે.

- વાળમાં શેમ્પૂ કરો અને હંમેશા ચંપલ પહેરો. કોઇનો ટુવાલ, કાંસકો કે કપડાં ન વાપરો. આનાથી સરળતાથી ઇન્ફેક્શન ફેલાઇ શકે છે.

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

હેડકી - આ 6 ઉપાયોથી મિનિટોમાં જ ઠીક થઈ જશે તમારી હેડકી