Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો છો.
આ નવુ વર્ષ તમારે માટે
નવી તકો અને અપાર ખુશીઓ
સુખ અને સમૃદ્ધિ લાવે
ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ!
આ નવુ વર્ષ તમારા ઘરમાં ખુશીઓની ધમાલ
પૈસાની ન રહે કમી તમે થઈ જાવ માલામાલ
હસતા ગાતા રહો આખુ વર્ષ એવુ રહે તમારુ સાલ
નવા વર્ષની શુભેચ્છા
આ નવુ વર્ષ તમારે માટે બરકત સાથે
સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ સાથે
તમારા બધા સપના થાય સાકાર
Wishing you very happy new year
આવો નૂતન વર્ષ મનાવો
નવ પથ નવ ગતિ નવ ઈચ્છા સાથે
નવી આશાની ખુશી મનાવો
નવા વર્ષની હાર્દિક શુભકામના
સ્વાસ્થ્ય હોય, શાંતિ હોય
નૂતન વર્ષમાં દિવસો દિવસ તમારો પ્રોગેસ થાય
આ બધી શુભકામના નવા વર્ષે પૂરી થાય
નવી આશાઓથી ભરેલુ આ નવુ સાલ મુબારક
ખુશીઓનુ મસ્તીઓનુ આ સાલ મુબારક
તમારા સપના બધા આ વર્ષે પૂરા થાય
દુઆ છે દિલથી તમને આ સાલ મુબારક
ગુલાબની શાખાઓમાંથી સુંગંધ ચોરી લાવ્યા છીએ
આકાશના પગમાંથી ઘુંઘરુ ચોરીને લાવ્યા છીએ
ઝૂમતા પગલા સાથે આવ્યુ છે નૂતન વર્ષ
જે તમારે માટે ખુશીઓ ચોરીને લાવ્યુ છે
નૂતન વર્ષાભિનંદન
8. ભૂલી જાવ વીતેલુ વર્ષ
આવો આવકારીએ નવવર્ષ
પ્રાર્થના કરીએ માથુ નમાવીને ઈશ્વરને
થઈ જાય બધી ઈચ્છા પુરી
હેપી બેસતુ વર્ષ
9. સુખનુ તોરણ ઝુલતુ રહે
ભાગ્યના ફુલ ખીલતા રહે
ધનના ભંડાર સદાય ભરેલા રહે
દુખ તમારા દ્વાર ભૂલતુ રહે
હેપી નૂતન વર્ષાભિનંદન