Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

Advertiesment
हमें फॉलो करें ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી, 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
, शनिवार, 8 मई 2021 (18:52 IST)
ગુજરાતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વિજળી સાથે વાવાઝોડુ થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. તે ઉપરાંત 30 થી 40 કિ.મીની ઝડપે પવન પણ ફંકાઈ શકે છે. રાજ્યના બનાસકાંઠા, ડાંગ. નર્મદા, વડોદરા અને તાપી સહિત સૌરાષ્ટ્રમાં અમરેલી અને જુનાગઢ તથા કચ્છમાં વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આજે ફરી એકવાર ચૈત્રમાં અષાઢી માહોલ જામતા કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
webdunia

જિલ્લાના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સોરઠના વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદના પગલે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.કચ્છમાં હવામાની ખાતાની આગાહી મુજબ આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ચોમાસા જેવો માહોલ છવાયો છે.કચ્છમાં આજે શનિવારે ફરી બપોર બાદ ભુજ, સુખપર, માનકુવા, નખત્રાણા, મંજલ, સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વર્ષયો હતો.સતત પડી રહેલા કામોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી હતી. બીજી તરફ કેરીના પાકમાં પણ નુકશાની થવાની સંભાવના લોકોએ વ્યક્ત કરી છે. લગાતાર થતા કામોસમી વરસાદથી ખેડૂત અને માલધારી વર્ગની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

કોરોના માટે એક વધુ દવાને મંજુરી, DRDOની દવાથી ઓક્સિજનની ઓછી જરૂર પડશે