પત્ની દ્વારા મેણું મારતાં એક ડાયમંડ વર્કર બાઇક ચોર બની ગયો છે. શનિવારે ક્રાઇમ બ્રાંચે આરોપીને વરાછા હીરાબાગ સર્કલ પરથી ચોરીની બાઇક સાથે પકડ્યો અને 30 બાઇક મળી આવી. પૂછપરછમાં 37 વર્ષીય આરોપી બળવંત વલ્લભ ચૌહાણે જણાવ્યું કે તેનો સાઢૂ બિલ્ડર છે અને તે હીરા ઘરે છે. તેની પત્ની હંમેશા તેને કહે છે કે તમારો સાઢૂ વધુ પૈસા કમાઇ છે તમે શું કરો છો.
આ વાતને લઇને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. બલવંત મોટા વરાછાના ઉત્રાણગામ સ્થિત ગોપાલ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તે પહેલાં હીરાના કારાખાનામાં નોકરી કરતો હતો. તે દરમિયાન 2017માં પહેલી બાઇક ચોરી કરી હતી. ત્યારબાદ તે બાઇક ચોરી કરતો હતો પરંતુ વેચી શકતો ન હતો.
બપોરના સમયે હીરાના કારખાનામાં કામ કરનાર કારીગરો જમ્યા પછી કારખાનામાં જતા રહેતા હતા. તે દરમિયાન રત્નકલાકારોની પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાબી વડે લોક ખોલીને બાઇક ચોરી કરી લેતો હતો.
આ સાથે જ શોપિંગ કોમ્પ્લેક્સની પાર્કિંગમાંથી ઘણી બાઇક ચોરી કરવાની વાત આરોપી બલવંત ચૌહણે કબૂલ કરી હતી. તેણે અત્યાર સુધી કાપોદ્રાથી 8, વરાછાથી 11, અમરોલીથી 2, કતારગામથી 7 અને મહિધરપુર-સચિનથી 1-1 બાઇક ચોરી કરી છે. ચોરી કરેલી બાઇક ઉત્રાણ ઓવરબ્રિજની ખાલી જગ્યામાં રાખી હતી. બાઇકની આરસી બુક અને અન્ય દસ્તાવેજ ન હોવાથી કોઇ ખરીદવા તૈયાર ન હતું. આરોપીએ તમામ બાઇકને ભંગારમાં વેચવાનો નિર્ણય કર્યો હતો.
આરોપીએ પોલીસને જણાવ્યું કે તે એક હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. નોકરીથી બપોરે જમવા માટે ઘરે જવા માટે નિકળતો હતો. તે સમયે હીરાના કારખાનામાં કામ કરનાર કર્મચારીઓની પાર્કિંગમાં ઉભેલી બાઇકને ચોરતો હતો. આરોપી માસ્ટર કી વડે બાઇકનું લોક ખોલી દેતો હતો અને તેને લઇને ભાગી જતો હતો. આરોપી પાસે માત્ર સ્પ્લેંડૅર બાઇકની માસ્ટર કી હતી, એટલા માટે તે સ્પ્લેંડર બાઇકની જ ચોરી કરતો હતો.
આરોપી બલવંત બાઇક ચોરીને મુકી દેતો હતો. ઘણી બાઇકની આઇસી બુક તથા અન્ય દસ્તાવેજ ન હતા. એટલા માટે કોઇ ગ્રાહક મળતું ન હતું. તેને બાઇક ઉત્રાણા સ્થિત તાપી ઓવર બ્રિજ નીચે ઉભી કરી હતી. બાઇક પર ધોળ ચઢી ગઇ હતી. ઘણા મહિનાથી ત્યાં આટલી બાઇક ઉભી હોવાથી એક વ્યક્તિને શંકા ગઇ. તેણે આ વિશે પોલીસને જાણકારી આપી. પોલીસની ક્રાઇમ બ્રાંચે જાળ પાથરી અને આરોપીને રંગહાથ પકડી પાડ્યો.