Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Naga Sadhu - નાગા સાધુ શરીર પર રાખ શા માટે લગાવે છે ?

हमें फॉलो करें Naga Sadhu - નાગા સાધુ શરીર પર રાખ શા માટે લગાવે છે ?
નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવે છે, પણ કેમ ? એ એટલા માટે કે નગ્ન અવસ્થામાં ભસ્મ કે ભભૂત જ તેમના વસ્ત્ર હોય છે. આ ભભૂત તેમને ઘણી વિપદાઓથી બચાવે છે જેવા કે મચ્છર કે વાયરલ. ભભૂતને નાગાબાબાઓનો પ્રથમ શ્રૃંગાર કહેવામાં આવે છે.

કેવી રીતે બને છે ભભૂત ? આ ભસ્મ કે ભભૂતિ લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. નાગા બાબા કોઈ મડદાંની રાખને શુદ્ધ કરીને શરીર પર લગાવે છે કે પછી તેમના દ્વારા કરવામાં આવેલ હવનની રાખને શરીર પર લગાવે છે. અથવા તો આ રાખ ધુનીની હોય છે.

હવન કુંડમાં પીપળો, રસાલા, બેલપત્ર, કેળા અને ગાયના છાણને ભસ્મ કરે છે. આ ભસ્મની થયેલ સામગ્રીની રાખને કપડાથી ચાળીને દૂધમાં તેના લાડૂ બનાવવામાં આવે છે. તેને સાત વાર અગ્નિમાં ગરમ કરવામા આવે છે. પછી કાચા દૂધમાં ઠંડી કરવામાં આવે છે. આ પ્રકારની તૈયાર ભસ્મને સમય સમય પર લગાવવામાં આવે છે. આ જ ભસ્મ નાગાબાબાઓનું વસ્ત્ર હોય છે.

નાગા સાધુઓનુ રૂપ : નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવીને નિર્વસ્ત્ર રહે છે. તેમની મોટી મોટી જટાઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. હાથમાં ચિમટો, ચિલમ કમંડળ લઈને અને ચરસનો કશ લગાવતા આ સાધુઓને જોવા વિચિત્ર લાગે છે. મસ્તક પર આડી ભભૂતકલાગેલ ત્રણધારી તિલક લગાવીને ધુની કરતા રહે છે.

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

Navgrah Dosh Nivaran - જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો આ ઉપાયો અજમાવો