રામ અને રામના આદર્શ

જન્મોત્સવની સાથે આદર્શ પણ અપનાવો

Webdunia
ભારત તહેવારોનો દેશ છે. અહીની દિનચર્ચામાં જ તહેવારો વસેલા છે. આવો જ એક તહેવાર છે રામનવમી. અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુ રામ રૂપે પૃથ્વી પર અવતાર લીધો અને જીવનમાં મર્યાદાનુ પાલન કરત મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. આજે પણ મર્યાદા પુરૂષોત્તમ રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ તેમના આદર્શોને જીવનમાં નથી ઉતારવામાં આવતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતા પણ ભગવાન રામ પોતાના પિતાના વચનોનુ પાલન કરવા માટે બધો વૈભવ છોડીને 14 વર્ષ માટે વનમાં જતા રહ્યા અને આજે જુઓ તો વૈભવની લાલસામાં પુત્ર જ પોતાના મા-બાપનો જીવ લઈ રહ્યો છે.

રામનવમી અને જન્માષ્ટમી તો આપણે ઉલ્લાસપૂર્વક ઉજવીએ છીએ પણ તેમના કર્મ અને સંદેશ નથી અપનાવતા. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપેલુ ગીતા જ્ઞાન આજે ફક્ત એક ગ્રંથ બનીને રહી ગયુ છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં ભગવાન રામના જીવનનુ વર્ણન કરતા જણાવ્યુ છે કે શ્રીરામ પ્રથમ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરતા હતા, જ્યારે કે આજે તો ચરણ સ્પર્શ કરવાનુ તો દૂર પરંતુ માતાપિતાની વાત પણ બાળકો માનતા નથી.

પરિસ્થિતિ એ છે કે મહાપુરૂષોના આદર્શ ફક્ત ટીવી સીરિયલો અને પુસ્તકો સુધી જ સીમિત રહી ગયા છે. નેતાઓએ પણ સત્તા મેળવવા માટે શ્રીરામ નામની મદદ લઈને ધર્મની આડમાં પોતાની વોટ બેંક ભરી છે, પણ રામના ગુણોને અપનાવ્યા નહી. જો રામની યોગ્ય રૂપે આરાધના કરવી હોય અને રામ રાજ્ય સ્થાપિત કરવુ હોય તો 'જય શ્રીરામ'ના ઉચ્ચારણ પહેલા તેમના આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવામાં આવે.

Show comments
अगला लेख