બ્યુટી ટિપ્સ - ત્વચા માટે ઉપયોગી ટોનિક છે ગુલાબ

Webdunia
शुक्रवार, 6 मई 2016 (13:19 IST)
ગુલાબ ત્વચાને પોષણ આપે છે. જેથી ત્વચા ફ્રેશ રહે છે. ગુલાબ મન અને સૌંદર્ય બન્ને માટે એક સારુ ટોનિક છે. 
 
* ગુલાબનો ફેસપેક - ગુલાબજળ તૈયાર કરવા ગુલાબની પાંદડીઓ કામ લઈ શકો છો. જે તંદુરસ્ત ત્વચા તૈયાર કરવા માટે ઉપયોગી છે. તે રફ, ખુરદુરી ત્વચા ને સોફ્ટ કરીને ઓપન છીદ્રોને બંધ કરે છે. ગુલાબ  લોશન, ક્રીમ અને ફેસપેક બનાવવા માટે વપરાય છે.
 
ગુલાબનો પ્રયોગ બીજા અનેક રીતે કરી શકાય છે. 
 
*એક શીશીમાં ગ્લીસરીન, લીંબુનો રસ અને ગુલાબ જળ સમાન માત્રામાં મિકસ કરી પેસ્ટ બનાવી લો. બે ટીપાં  ચેહરા પર લગાવો. ત્વચા ભેજવાળી અને ગ્લોવાળી થશે. તેમજ મખમલ જેવી નરમ બની જશે.  
 
*એક કપ ઉકળતા ગુલાબજળમાં એક મોટી ચમચી નારંગીની છાલ,એક મોટી ચમચી લીંબુ છાલ અને 30 પાંદડા ફૂદીનાના નાખો અને કલાક સુધી રાખી મુકો. ,પછી આ મિશ્રણને ફિલ્ટર કરી 2 મોટી ચમચી રોજમેરી અને અડધો નાના ચમચી સોડિયમ બેન્જોયેટ મિકસ કરો. બધા ઘટકો સાથે મિકસ કરી ફ્રિજમાં મુકી દો. રાતે સૂતા પહેલાં ચહેરા પર લગાવો અને  થોડા સમય પછી ચેહરા ધોઈ લો. આ ચહેરાની રોનક વધારે છે. 
 
* 300 ગ્રામ સફેદ મીણને  અડધો કપ બદામ તેલ નાખી ધીમા તાપે રાખી મિક્સ કરો. પછી અડધો કપ ગુલાબ જળ નાખો. ઠંડુ થયા પછી અડધી ચમચી સોડિયમ બેન્જોયેટ ઉમેરી સેટ થવા મૂકો. ઉપયોગ માટે યોગ્ય ક્રીમ તૈયાર છે. બેડમાં જતા પહેલાં રાત્રે ઉપયોગ કરો. 
 
* 500 ગ્રામ એપલને  બ્લેન્ડરમાં મેશ કરી લો. એનો રસ અને પલ્પને 500ગ્રામ વેજીટેબલ ક્રીમમાં મિકસ કરી દો . મિશ્રણને ધીમા તાપે ગરમ કરો.બધું મિશ્રિત થઈ જાય, ત્યારે તાપથી દૂર કરી એક ચમચી ટિંચર બેંજાઈટ અને એક કપ  ગુલાબ જળ મિકસ કરો. ફિલ્ટર કરી બોટલમાં ભરો. આ ક્રીમથી ચહેરા અને ગરદન પર મસાજ કરો. આ બધા પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે.
 
*ત્રણ ટુકડા સ્ટ્રોબેરીના ધોઈ લો. એના પલ્પમાં એક ચમચી ગુલાબ જળ મિકસ કરો. આ પેક ચહેરા પર 20 મિનિટ મૂકો,પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.
 
* એક નાની ચમચી મુલ્તાની માટી પાવડરમાં 2 ચમચી ગુલાબ જળ નાખી રાખો.પછી નાના ચમચી નારંગીનો રસ અને મધ નાખો . સોફ્ટ પેક બને પછી ચહેરા પર લગાવો. સૂકાયા પછી ઠંડા પાણીથી મોંઢુ ધોઈ લો. 
Show comments
सभी देखें

जरुर पढ़ें

रसोई की इन 7 चीजों में छुपा है आपका स्किन ब्राइटनिंग सीक्रेट, तुरंत जानें इनके बेहतरीन फायदे

Health Alert : कहीं सेहत के लिए हानिकारक तो नहीं है सहजन की फली?

सॉफ्ट आटा गूंथने के 4 सही तरीके, रोटियां बनेंगी फूली हुई और मुलायम

आपके घर के किचन में छुपा है आयल फ्री त्वचा का राज, जानिए ये होममेड क्लींजर बनाने का तरीका

ऑफिस में बनाना चाहते हैं बढ़िया इमेज तो भूलकर भी ना करें ये गलतियां

सभी देखें

नवीनतम

इस विंटर सीजन अपनी खूबसूरती को बरकरार रखने के लिए ये 10 ब्यूटी टिप्स जरूर करें फॉलो

एक हफ्ते में कम करना चाहते हैं वजन तो ये डिटॉक्स डाइट अपनाएं, तुरंत दिखेगा असर

बदलते मौसम में एलर्जी की समस्या से हैं परेशान? राहत के लिए अपनाएं ये 5 आयुर्वेदिक उपाय

ठंड के सीजन में फटने लगी है त्वचा? तो अपनाएं सबसे असरदार और नैचुरल उपाय

भारतीय लोगों पेट के आस-पास चर्बी क्यों जमा हो जाती है? जानें कारण और समाधान

अगला लेख