- ધનહાનિ થઈ રહી હોય તો ગુરૂવારના દિવસે મુખ્ય દ્વાર પર ગુલાબથી સુંદર રંગોળી બનાવો અથવા ગુલાલનો છાંટીને દેશી ઘીનો બે મુખવાળો દીવો પ્રગટાવો. જ્યારે દીપકની જ્યોતિ મોટી થાય ત્યારે તેને વહેતા પાણીમાં વહાવી દો.
- મુઠ્ઠી ભરીને કાળા તલ લઈને ઘરના બધા સભ્યોના માથા પરથી સાત વાર ફેરવી ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો. ધનહાનિ સમાપ્ત થઈ જશે.
- ઘરમાંથી ધનનો અભાવ દૂર કરવા માટે ઘરમાં સોનાનો ચોરસ સિક્કો મુકો. રોજ કૂતરાને દૂધ પીવડાવો. ઘરના બધા રૂમમાં મોર પંખ મુકો.
- આર્થિક તંગીથી કંટાળી ગયા છો તો મંદિરમાં કેળાના બે છોડ (નર-માદા)નુ રોપણ કરો.
- મા લક્ષ્મીના શ્રી સ્વરૂપ સામે નવ બત્તીવાળો ઘી નો દીપક પ્રગટાવવાથી ધન લાભ થવા માંડે છે.
- વેપારમાં રાત દિવસ પ્રગતિ કરવા માટે શુક્લ પક્ષના પ્રથમ બુધવારે સફેદ કપડાના ઝંડાને પીપળાના વૃક્ષ પર લગાવો.
- ઘરમાં સુખ સમૃદ્ધિનો સમાવેશ કરવા માટે ઉત્તર પશ્ચિમી ખૂણામાં માટીના વાસણમાં થોડા સોના ચાંદીના સિક્કા કોઈ લાલ કપડામાં બાંધીને મુકી દો. પછી એ વાસણને ઘઉં કે ચોખાથી ભરી દો.
- ઘરમાં વાદ વિવાદ અને ઝગડાઓથી મુક્તિ મેળવવા માટીના ઘડા પર લાલ રંગનુ પેંટ કરીને તેના મોઢા પર લાલ દોરો બાંધી અને તેની વચ્ચે નારિયળ મુકીને તેને વહેતા પાણીમાં પધરાવી દો.