Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે. લોકો આ દિવસે લોકો એકબીજાને સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને શુભેચ્છા પાઠવે છે. આપ પણ આ સુંદર મેસેજ દ્વારા તમારા મિત્રો અને સગાસંબંધીઓને શુભેચ્છા પાઠવી શકો છો.